ચાલો શીખી લ્યો HTML Coding એ પણ ગુજરાતી ભાષા મા.( HTML Series )
- Gujju Technology દ્વારા આજ થી આ website પર free મા HTML coding series શરૂ કરવા મા આવેલ છે. તો તમે પણ આનો લાભ ચોક્કસ ઉઠાવો.
- HTML coding નો ખાસ મુદ્દો ચાલુ કરતા પહેલા HTML ની થીયરી અને તેના basic tags અને તેના નિયમો જાણવા જાણવા જરૂરી છે.
- થીયરી :-
- HTML દસ્તાવેજ મા મલ્ટીમીડિયા માહિતી , શાબ્દિક માહિતી , ફાઇલનામનું પાથ નામ અને ફાઇલ નું નામ આ પ્રકાર ની માહિતી સમાવી શકાય.
- web ની માહિતી દર્શાવવા માટે HTML માર્ક-અપ ભાષા ની જરૂર પડે છે.
- HTML એ વેબ પેજની રચના માટે ઉપયોગ મા લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે.
- HTML નુ પૂરુ નામ Hyper Text Markup Language છે.
- HTML ભાષા યંત્ર-સ્વતંત્ર છે.
- HTML ભાષા SGML પરથી ઉતરી આવેલ છે.
- SGML નુ પૂરું નામ Standardized General Markup Language છે.
- HTML કોડ એ બ્રાઉઝર દ્વારા વેબ પેજ પર દર્શાવવાની માહિત અને આ માહિતી ને મદદરૂપ ટેગ નું સયોજન છે.
- HTML ટેગ બે બાજુ ખુણિયા કૌંસ થી આવરેલ અક્ષરો,શબ્દો અને આંકડાઓનો બનેલો હોય છે.
- HTML ટેગ ને < અને > લખવા મા આવે છે.
- HTML એલિમેંટ શરૂઆતની ટેગ , લખાણ અને અંતની ટેગ સંબોધે છે.
- બ્રાઉઝર વિષયવસ્તુ ને પ્રદર્શિત કરતાં સમયે સ્પેસ , ટેબ , નવી લાઇન ને અવગણે છે.
- HTML ફાઇલ .htm અથવા .html અનુલંબન સાથે દર્શાવવા મા આવે છે.
- HTML ટેગ ને કેપિટલ અથવા સ્મોલ તેમજ કેપિટલ અને સ્મોલ અક્ષરો ના મિશ્રણ મા લખી શકાય છે.
- ઉદાહરણ તરીકે :- <TITLE> , <Title> , <TiTLe>
- HTML દસ્તાવેજનો પ્રથમ વિભાગ માથાળા વિભાગ અથવા હેડ એલિમેંન્ટ તરીકે ઓળખાય છે.
- HTML દસ્તાવેજનો બીજો વિભાગ બોડી વિભાગ અથવા બોડી એલિમેંન્ટ તરીકે ઓળખાય છે.
- HTML માં "!--" અને "-->" ટેગ ની વચ્ચે લખેલ લખાણને નોધ ( કોમેન્ટ ) ગણવામાં આવે છે.
- HTML દસ્તાવેજ નું માળખું નીચે પૈકી < Html > ... < /Html > ટેગ સાથે શરૂ થાય છે.
- વેબ સાઇટમાં કોઈ લખાણને સબંધિત વધારાની માહિતી દર્શાવવા માટે હાઇપરલિન્ક નો ઉપયોગ કરવા માં આવે છે.
- એક વેબ સાઇટ જે ઘણા બધા વેબ પેજ નો સમૂહ હોય છે. તેનું સંચાલન હાઇપરલિન્ક મારફત થાય છે.
- HTML એલિમેંન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા ગુણધર્મો ( એટ્રિબ્યૂટ ) ઉપયોગ માં લેવાય છે.
- Internet Explorer , Mozilla Firefox , Netscape Navigator આ આપેલ તમામ ની મદદથી HTML દસ્તાવેજને નિહાળી શકાય છે.
- શરૂ થતા ટેગ અને બંધ થતા ટૅગની વચ્ચેના જરૂરી લખાણને એકસાથે એક એલિમેંન્ટ કહે છે.
0 Comments