Series No . 2


થીયરી :- 

  • bgcolor એટ્રિબયૂટ : Body ટૅગનો bgcolor એટ્રિબયૂત આખા વેબ પેજના બૅકગ્રાઉન્ડ નો રંગ બદલે છે. 

ઉદાહરણ : <body bgcolor = "#FFFF00">

  • અહી ઉદાહરણ મા જણાવેલ bgcolor ની કિમત સોળ-અંકી પદ્ધતિ મુજબ દર્શાવેલ છે , જે પીળો રંગ દર્શાવે છે. 
  • કોમ્પુટરમાં રંગો સોળ - અંકી પદ્ધતિ ( 0થી 9 તથા Aથી F ) મુજબ 00 ડિગ્રીથી FF સુધીના સંકેત આપવામાં આવે છે તથા રંગ જણાવવા છ અક્ષરોનો કોડ વપરાય છે. દા. ત., સંખ્યા #FF0000 સોળ - અંકી સંખ્યા છે. 
  • કોડની આગળ વપરાતી # સંજ્ઞા બ્રાઉઝરને જણાવે છે કે તે પછીના અક્ષર રંગના કોડ માટે છે. 
  • નીચે કેટલાક સયોજનથી મળતા રંગનાં નામ દર્શાવેલ છે :

 00FF00                   Green Color

  • bgcolor તથા text એટ્રિબયૂત સાથે સોળ - અંકિય રંગોનો વપરાશ દર્શાવતો પ્રેક્ટિકલ વિડિયો આવતી પોસ્ટ માં આવશે.
આ મુદા વિષે થોડીક સમજ અહી નીચે પણ આપી છે સમજી લ્યો. 
  • વૈકલ્પિક રીતે રંગોનાં નામનો પણ ઉલ્લેખ કરીને બૅકગ્રાઉન્ડ કલર બદલી શકાય છે. 
ઉદાહરણ : (1)  <body background = "rainbow.jpg" bgcolor = "Green">

                 (2) <body background = "rainbow.jpg" bgcolor = "Chocolate">

  • text એટ્રિબયૂટ : Body ટૅગના text એટ્રિબયૂટ દ્વારા લખાણના રંગને વ્યાખ્યાયિત કરી શકાય છે. 

ઉદાહરણ : <body bgcolor = "#FFFF00" text = "#FF00FF"> બ્રાઉઝરમાં પીળા રંગનું બૅકગ્રાઉન્ડ અને પિંક મેજન્ટા રંગનું લખાણ દર્શાવશે.

  • Body ટૅગ ના vlink અને alink એટ્રિબયૂટ મુલાકાત લેવાઈ ગયેલ લિન્ક અને સક્રિય લિન્ક રંગ બદલવા / દર્શાવવા માટે વાપરવામાં આવે છે.

ઉદાહરણ : (1) <body vlink = "#00FF00">

                 (2) <body alink = "#FF0000">