<hr/> એલિમેંટ અને તેના એટ્રિબ્યૂટ 

<hr/> એલિમેંટ પાનાને સમાંતર આડી લીટી દોરે છે અને તે ખાલી એલિમેંટ છે. લખાણને બે વિભાગમાં વહેચીને જુદું પાડવા તેનો ઉપયોગ થાય છે. <hr/> એલિમેંટ પાંચ ગુણધર્મો ધરાવે છે

    1. size : size એટ્રિબ્યૂટ લીટીની જાડાઈ નક્કી કરે છે. 3 , 5 કે એથીય વધુ 10નું કદ ધરાવતા પિક્સલનો ઉપયોગ કરી શકાય છે. 
    2. color : color એટ્રિબ્યૂટ Mozilla Firefox કે Internet Explorer જેવા Browser માટે લીટીનો રંગ નક્કી કરે છે. લીટીનો રંગ સોળ-અંકી પદ્ધતિમાં વાખ્યાયિત કરવો ફરજિયાત છે.
    3. width : width એટ્રિબ્યૂટ લીટીની લંબાઈ નક્કી કરે છે. આ લંબાઇ Browserની વિન્ડોની પહોળાઈની ટકાવારી તરીકે પણ નક્કી કરી શકાય છે. પહોળાઈની કિમત સમાન્ય રીતે 100%  હોય છે.
    4. align : align એટ્રિબ્યૂટ લીટી જમણી બાજુ , ડાબી બાજુ કે મધ્યમાં ગોઠવાય તે નક્કી કરે છે. 
    5. noshade : noshade એટ્રિબ્યૂટ છાયાંકિત લીટીને બદલે નક્કર સાદી લીટી દર્શાવે છે.
આ વિષય નો practical video ટૂક સમય મા આવી જશે.