તાર્કિક સ્ટાઈલ માટેના ટેગ

  • લખાણના અક્ષરોનું ભૌતિક રીતે સ્વરૂપાંકન કરતા વિવિધ ટેગ આગળ  શીખી ગયા. લખાણ ના  સ્વરૂપાંકન માટે અન્ય રસ્તો પણ છે. જેમાં સ્વરૂપાંકન માટે browserને  ભૌતિક સૂચનાઓ આપવાને બદલે  browserને વપરાશકર્તાએ માત્ર કહેવાનું હોય છે કે તેને શું જોઈએ છે? આ રીતનું સ્વરૂપાંકન કરી આપતાં ટૅગને તાર્કિક સ્ટાઈલ માટેના ટૅગ (Logical style tag) કહે છે. નીચે વિવિધ તાર્કિક  સ્ટાઇલની સમજ આપેલ છે.

(1) <em> અને </em> આ ટૅગની જોડી દ્વારા લખાજાને ભારપૂર્વક દર્શાવવામાં આવે છે. લખાણમાં મહત્ત્વની બાબત કે કરવી જ પડનારી કાર્યો (Must be done) કે અગત્યતા (Important) દર્શાવવા માટે આ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. 
ઉદાહરણ : <em> Things to do in February </em>

(2) <strong> અને </strong> : આ ટૅગની જોડી દ્વારા લખાણને વધુ ભારપૂર્વક દર્શાવવામાં આવે છે.
ઉદાહરણ : <strong> Things to do in February </strong>

(૩) <dfn> અને </dfn> : લખાણને નિર્ધારિત ઢબે રજૂ કરે છે.

(4) <cite> અને </cite> : પુસ્તકનું ચિત્ર, ચલચિત્ર વગેરે જેવા મહત્ત્વના લખાણને રજૂ કરે છે.

(5) <code> અને </code> : કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોડના વિભાગને રજૂ કરે છે અને આવું લખાણ ચોક્કસ કદના ફૉન્ટમાં દર્શાવે છે.