Hello guys,
  • આજે તમારા માટે હું એક Series no.2 ની પ્રવૃતિ (Activity) લઈ ને આવીયો છું.
  • આ પ્રવૃતિ તમારા લેપટોપ/કમ્પ્યુટર મા ખાસ કરજો.કારણ કે, આ પ્રવૃતિ આગાળ જો તમે Computer programming વિષે Study કરશો તો ખુબજ મદદરૂપ થશે.
  • તમને આ પ્રવૃતિ તેમજ વેબસાઇટ Share કરવા ખૂબ વિનંતી. 

અહી નીચે આપેલ સૂચના પરથી જ પ્રવૃતિ કરવાની રહેશે.


  • તો ચાલો , તમને નીચે અહી એક ઉદાહરણરૂપ (Example) પ્રવૃતિ (Activity) આપેલ છે. તમારે એ Format પરથી કોઈ પણ વિષય પર પ્રવૃતિ કરવાની રહેશે.
  • પ્રવૃતિ સહેલી જ છે તમને ફાવશે અને ગમશે.
  • તમને જે Doubt હોય તો તમે અહી નીચે comment section મા જઇ comment કરી શકો છો.
Example (Format)

  • તમારી શાળાની જાણકારી આપતી એક એવી વેબ સાઇટ બનાવો કે જે શાળાનાં સંસાધનો અને પ્રવૃત્તિની રજૂઆત કરે. પ્રથમ વેબ પેજ/હોમ પેજ પર શાળાનું નામ પ્રકાશિત થયેલ હોવું જરૂરી છે. તથા તેના પર શાળાનું ટ્રસ્ટ સાથેનું જોડાણ, નોંધણીનંબર, સંપૂર્ણ સરનામું અને સંપર્કસૂત્રની વધારાની માહિતી દર્શાવો. હોમ પેજ પર અન્ય વિવિધ પેજ જેવા કે Activities, Staff, Photo Gallery, Events, Notice, Contact usની લિન્ક દર્શાવો. ઉત્તર : વેબ સાઇટના પ્રથમ પેજ (હોમ પેજ) તથા અન્ય કેટલાક વેબ પેજીસનું વર્ણન નીચે આપેલ છે :

1. મારી શાળાનું હોમ પેજ: શાળાની વેબ સાઇટના મુખ્ય પાના પર અન્ય પાનાના મેનૂ ઉપરાંત શાળાનું નામ, શાળાના ટ્રસ્ટની ટૂંકમાં માહિતી, શાળાનો નોંધણીનંબર, કોઈ સરકારી વિભાગ સાથે શાળાનું જોડાણ અને શાળાના સંપર્ક માટેની જરૂરી વિગતોનો સમાવેશ થશે.

2. શિક્ષકગણ : આ પાના પર શિક્ષકગણનો ટૂંકો પરિચય રજૂ થશે. જેમાં દરેક શિક્ષકનું નામ, શૈક્ષણિક લાયકાત, કા વર્ગમાં તેઓ શીખવે છે, તે અને તેમનું વિશિષ્ટીકરણ તેમજ તેમનું ઇ-મેઇલ સરનામું હશે.

૩. પ્રવૃત્તિઓ : આ પાના ૫૨ શાળામાં થતી વિવિધ શૈક્ષણિક, રમત-ગમતને લગતી તથા અન્ય પ્રવૃત્તિઓની માહિતી દર્શાવવામાં આવશે.

4. ફોટો ગૅલરી : આ પાનું વર્ગના ફોટા, ગ્રંથાલય, પ્રયોગશાળા અને તાજેતરના પ્રસંગો દર્શાવે છે. જ્યારે છબીઓનું સંચાલન કરવાનું શીખી જાઓ ત્યારબાદ પછીથી આ વેબ પેજ બનાવી શકો છો.

5. પરિપત્રો અને સૂચનાપત્રો : આ પાનું હવે પછી યોજાનારા કાર્યક્રમો અને પ્રસંગો વિશેની માહિતી ધરાવે છે. તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેના પરિપત્રો અને સૂચનાપત્રો પણ મુકાશે. ઉદાહરણ તરીકે રમતોત્સવ, નિબંધસ્પર્ધા અંગેની સૂચના, શિષ્યવૃત્તિ કાર્યક્રમની જાહેરાત અને પરિણામ.
નીચે Website ના પ્રથમ Web page / Home page નું HTML Coding તથા પરિણામ (Result) દર્શાવેલ છે :