- Hello guys,
- આજે તમે આ પોસ્ટ માં જોશો કે HTML માં છબી કેવી રીતે ઉમેરશો ?
- તો આ પોસ્ટ ને ધ્યાન થી વાચજો અને સમજ જો.
- અને આ પોસ્ટ માં કઇપણ ખબર ના પડી હોય , જે પણ doubt હોય તો તમે આ પેજ માં નીચે comment વિભાગ માં comment કરી શકો છો.
- અને આ મુદા (topic) વિષે ટૂક સમય માં Practical video આવી જશે.
- HTMLમાં છબી ઉમેરવી:
- HTMLમાં <img> ટંગનો ઉપયોગ કરીને વેબ પેજમાં છબી ઉમેરવામાં આવે છે. જ્યારે <img> ટંગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે માત્ર છબીનું મૂળ સ્થાન અને જરૂરી ગુણધર્મો જ દર્શાવવાના હોય છે અને તેથી જ image ટંગને ખાલી ટંગ કહે છે. Image એલિમેન્ટ(image ટંગ, છબી અને ગુણધર્મો સાથે) માં નવી લીટી આવતી નથી આથી તે ઇનલાઇન એલિમેન્ટ (Inline element) તરીકે પણ ઓળખાય છે.
<img> ટંગના વિવિધ ગુણધર્મોની સમજ :
- (1) src ગુણધર્મ : src ગુણધર્મ છબીના ઉદ્ગમસ્થાન અંગેની માહિતી બ્રાઉઝરને દર્શાવે છે.
- નોંધ : ( 1 ) છબી તમારા સ્થાનિક કમ્પ્યૂટરમાં અથવા સર્વરમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે.
- (2) ઇન્ટરનેટ પરની કોઈ છબીનું URL મેળવવાના બે રસ્તા છેઃ (1) છબી પર માઉસનું જમણું બટન ક્લિક કરી image linkની કૉપી કરવી. (2) માઉસનું જમણું બટન ક્લિક કરી કમ્પ્યૂટરની હાર્ડડિસ્કમાં અન્ય નામથી સાચવી લેવી અને તેના પાથનો ઉપયોગ કરવો.
- (૩) જો ઇન્ટરનેટ પરના URLનો ઉપયોગ કર્યો હોય, તો HTML કોડિંગનું પરિણામ જોતા પહેલાં ઇન્ટરનેટ જોડાણ ચાલુ છે કે નહિ તે ચકાસવું જરૂરી છે.
- (4) તમારા કમ્પ્યૂટરમાં છબીઓનો એક જુદા ફોલ્ડર કે ડિરેક્ટરીમાં સંગ્રહ કરવો જરૂરી છે.
0 Comments