તમને અહી નીચે થોડા ગુણધર્મો આપેલ છે તેને ધ્યાન થી વાચજો અને સમજ જો અને શેયર કરજો 

Thank you

  • alt ગુણધર્મ : Image ટૅગ સાથે alt ગુણધર્મ મૂળ છબીને વર્ણવે છે. આ ગુણધર્મનો ઉપયોગ નીચેનાં ત્રણ કારણોસર કરવો સલાહભરેલ છે :

( 1 ) તે છબીને વર્ણવે છે.

(2) કોઈ કારણવશાત્ બ્રાઉઝર છબીને ન દર્શાવી શકે તો તેવા સંજોગોમાં alt સાથે મુકાયેલ સંદેશો દર્શાવવામાં આવે છે.

(૩) જો વેબ પેજ સ્ક્રીન રીડર (Screen Reader – દૃષ્ટિની ખામી ધરાવતા લોકો માટેનું સૉફ્ટવેર) જેવા સૉફ્ટવેર દ્વારા વાંચવામાં આવતું હોય, તો છબીનું અર્થઘટન સરળ બની જાય છે.

ઉદાહરણ : <img src = “chocolate1.jpg" alt = “here comes the sweet image">

  • height અને widthગુણધર્મ: image ટેંગનો height ગુણધર્મ છબી કેટલી ઊંચી હોવી જોઈએ તે દર્શાવે છે. જ્યારે width ગુણધર્મ બ્રાઉઝરને જણાવે છે કે, વેબ પેજ પર છબી કેટલી પહોળી દેખાવી જોઈએ. height અને width ગુણધર્મ પિક્સેલની સંખ્યાને આધારે દર્શાવવામાં આવે છે. બ્રાઉઝરને છબીની લંબાઈ તથા પહોળાઈ જણાવવાથી છબીને બ્રાઉઝરમાં લઈ આવવાનું (Load કરવાનું) અને રજૂઆત કરવાનું કાર્ય સરળ અને કાર્યક્ષમ બને છે.

ઉદાહરણ : <img src = "chocolatel.jpg", alt = "here comes the sweet image" height = "120" width = "120">

  • align ગુણધર્મ : align ગુણધર્મ છબીને પાનાની અંદર જ અથવા છબી ધરાવતા કોઈ પણ એલિમેન્ટમાં ગોઠવે છે. નીચે align ગુણધર્મની વિવિધ કિંમતની સમજ આપેલ છે :

ઉદાહરણ : <img align="right"> src = "chocolate1.jpg" alt = “here comes the sweet Image"

  • border ગુણધર્મ : border ગુણધર્મ છબીની ફરતે કિનારી દોરીને છબીને વધુ આકર્ષક બનાવે છે. border ગુણધર્મમાં borderની પહોળાઈ પિક્સેલમાં દર્શાવાય છે. આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે IE જેવાં કેટલાંક બ્રાઉઝર છબીને વધુ પ્રકાશિત (Highlight) કરે છે.

ઉદાહરણ : <img src = “chocolate1.png" alt = "here comes the sweet Image" align = "right" border = "20">

  • id ગુણધર્મ: image ટેંગના id ગુણધર્મની મદદથી છબીને કોઈ ઓળખ નામ આપી શકાય છે, જેને પછી જાવા જેવી પ્રોગ્રામિંગ ભાષામાં લખાતી સ્ક્રિપ્ટમાં તે નામથી સંબોધી શકાય છે.

ઉદાહરણ : <img src = “chocolate1.jpg" id = "choco-image">

  • hspace અને vspace ગુણધર્મ : જ્યારે કોઈ છબી લખાણની બિલકુલ અડોઅડ હોય અને જરાય જગ્યા ન દેખાતી હોય ત્યારે img ટંગના hspace અને vspace ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. છબીની ચારે બાજુ જગ્યા છોડવાથી છબી જોવામાં વધુ સ્પષ્ટ બને છે.

છબીની ઉપર અને નીચેના ભાગે ખાલી જગ્યા ઉમેરવા vspace ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે છબીની ડાબે તથા જમણી બાજુ ખાલી જગ્યા દર્શાવવા hspace ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉદાહરણ : <img src = “chocolate1.png" hspace = "30" vspace = "10">

  • lowsre ગુણધર્મ : આ ગુણધર્મ ઓછા રિઝોલ્યુશનવાળી છબીને દર્શાવે છે. કોઈ પણ છબીને paint કે અન્ય ઇમેજ એડિટિંગ ટૂલની resize, crop વગેરે ટેનિકનો ઉપયોગ કરીને ઓછા રિઝોલ્યુશનવાળી બનાવી શકાય છે.

ઉદાહરણ : <img src = “chocolate1.jpg" lowsrc = “rainbowbmp">