• જ્યારે નાની છબીનો ઉપયોગ કરીને અન્ય વેબ પેજને બોલાવવામાં આવે કે, જે નાની છબીનું વર્ણન તથા તે જ છબીની મોટી છબી દર્શાવતું હોય ત્યારે તે નાની છબી હૉટ સ્પૉટ તરીકે ઓળખાય છે. 
  • અર્થાત્ છબી કે ચિત્રની જગ્યા કે જેની પર અન્ય વેબ પેજ (કે જે છબીનો મોટો દેખાવ તથા તેનું વર્ણન ધરાવતું હોય) સાથે જોડાણ ગોઠવવામાં આવે છે. 
  • તેને હૉટ સ્પૉટ કહે છે. 
  • નાની છબીઓને થમ્બનેઇલ (Thumbnail) તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • છબીનો હૉટ સ્પૉટ તરીકેનો ઉપયોગ એક ઉદાહરણની મદદથી સમજીએ. 
  • દા. ત., તમારું વેબ પેજ બે નાની છબી ધરાવે છે. 
  • જેમાંથી એક છબી ઑફિસની છે. 
  • તથા બીજી છબી મંદિરની છે. 
  • જો તમે ઑફિસની છબી પર ક્લિક કરશો, તો તે જ છબીની મોટી છબી તથા ઑફિસનું વર્ણન દર્શાવતું વેબ પેજ જોવા મળશે. 
  • તથા જો તમે મંદિરની છબી પર ક્લિક કરશો, તો તે જ છબીની મોટી છબી તથા મંદિરનું વર્ણન દર્શાવતું વેબ પેજ જોવા મળશે. 
  • આમ, અહીં લખાણ(હાઇપર ટેક્સ્ટ)ની જગ્યાએ છબીઓ સાથે અન્ય ફાઈલનું જોડાણ કરવામાં આવેલ છે. 
  • આ છબીઓને હૉટ સ્પૉટ કહેવાય.
  • આ ઉદાહરણ પૂર્ણ કરવા માટે નીચે મુજબ ચાર છબી ફાઈલ અને ત્રણ HTML ફાઈલની જરૂર પડે છેઃ

  • નોંધ : ઇન્ટરનેટ પરથી office તથા templeને લગતી બે ચિત્ર ફાઈલ કૉપી કરી અનુક્રમે bgoffice.bmp અને bgtemple.bmp નામથી સંગ્રહ કરો. આ જ ફાઈલોને crop કે resize કરી Save As વિકલ્પથી smoffice.jpg નામથી સંગ્રહ કરો.
  • આ વેબસાઇટ (Website) ને બધે શેયર (share) કરો તેમજ વેબસાઇટ માં રહેલી પોસ્ટ (Post) ને પણ શેયર કરો અને HTML Programming એવમ ટેક્નોલોજી જ્ઞાન (Technology gyan) પ્રાપ્ત કરતાં રહો આપણી માતૃભાષા ગુજરાતી (Mother  tongue) માં.
  • આભાર (Thank You) 
  • ગુજ્જુ ટેક્નોલોજી (Gujju Technology)

અમે ગુજરાતી લહેરીલાલા . . . . . . .